Loading Events

« All Events

  • This event has passed.

Picnic – 2017

March 5, 2017 @ 10:00 am - 1:00 pm

સપ્રેમ નમસ્કાર, પરિવાર સહીત સકુશળ હશો.

૬૮માંગણતંત્ર દિવસ અને વસંત પંચમીની ઉજવણી સરસ રહી હશે જ. આપણા ગણતંત્ર અને પ્રાચીન રાષ્ટ્ર ભારત ની એકતા માટે સમર્પિત આપણા સૈનિકો સહીત સહુને જયહિન્દ !

સહુને જણાવતા આનંદ થાય છે કે આપણા મંડળ ઘ્વારા, વસંત ઋતુના આગમન સમયે પિકનિક નું આયોજન કરેલ છે.
દિનાંક : ૫ માર્ચ ૧૦:૦૦ થી બપોર ૫ વાગ્યા સુધી સ્થાન: “અમલતાસ ”, ઘીટોરની,૫ -ફોરેસ્ટ લેન, ઘીટોરની-મેટ્રો સ્ટેશન પાસે (૫-૭ મિનિટ વોક) સહયોગ: પ્રતિવ્યક્તિ કેવળ ૧૦૦રુ.(૫વર્ષ સુધીના બાળકો નિ:શુલ્ક)

કાર્યક્રમ:આગમન અને અલ્પાહાર- ૧૦:૦૦ થી ૧૧:૩૦

ખેલકૂદ : મનોરંજક અને નવી રમત-ગમ્મત નાના મોટા સહુ માટે….યાદ રહી જશે એની ખાતરી ..આપણી પાસે કોઈ ગેમ્સ હોઈ તો લાવીશું તો સહુને લાભ મળી શકશે.પ્રત્યેક સ્પર્ધા માટે આકર્ષક પુરસ્કારની વ્યવસ્થા રાખેલ છે.સંપર્ક:
પ્રભાતભાઈ 9312403175, રોહિતભાઈ 9810852750

-બાળકો માટે ચિત્ર સ્પર્ધા (drawing competitions): બાળકો ની મૌલિક કળા અને કૌશલ્ય ને બહાર લાવવા ચિત્ર સ્પર્ધા( ૧૫ વર્ષ સુધીના બાળકો ).ઘરે થી પસંદગી ના રંગ લાવી શકાય . મંડળ ઘ્વારા કાગળ અને રંગ ઉપલબ્ધ રહેશે .સંપર્ક: સિદ્ધાર્થભાઇ 9868952469 , કે ડી શાહ 9810120296, નિહારભાઈ 9810279832

-૧૫ વર્ષ થી વધુ ના યુવા માટે ૧ મિનિટ શૉ સ્પર્ધા (1 MINUTE SHOW) અને અન્ય રમત ગમત.સંપર્ક: આરતીબેન 9810164910 તથા આશિષભાઇ 9891343337

-હળવી સામાજિક ગોષ્ઠી: સહુને લાભકારી વિષય પર વિદ્વાન ઘ્વારા વાતચીત :૨૫ મિનિટ.સંપર્ક: બીનાબેન 9999058158, ચમનભાઈ ભાદરકીયા 9310704722, હાર્દિકભાઈ 9312403175

-ડોક્યુમેન્ટ્રી શૉ અને પ્રદર્શની: ૨૫ મિનિટ.સંપર્ક:વિજયભાઈ 8527094088 (પેનડ્રાઈવ લાવી ડોક્યુમેન્ટરી ની કોપી ની:શુલ્કમેળવો.)

ભોજન : સહુને અનુકૂળ સ્વાદિષ્ટ ભોજન (૩ માર્ચ સુધી આપણા પરિવાર ની સંખ્યા કૃપા કરી જણાવીશું તો સુચારુ વ્યવસ્થા કરવામાં સહયોગી બનશે તથા અન્નનો બગાડ પણ નહિ થાય.)- અર્ચનાબેન 9899357627, સચીનાબેન 9711518887

-સ્કોલરશીપ : મંડળ ના તેજસ્વી તારલાઓ ને આગળ વધારવા માટે સ્કોલરશીપ વ્યવસ્થા નો લાભ લઈએ.સમય થી ફોર્મ ભરી જમા કરીશું .(ફોર્મ પરિપત્ર ની પાછળ સાથે છે.).શિક્ષણ સમિતિ આવશ્યકતા અને ગુણવત્તા ના આધારે નક્કી કરશે.સંપર્ક: મૌલશ્રીબેન 9891343337

આપણાં મંડળના કાર્યક્રમો સુચારુ ચાલે તે હેતુ આપણે સહુ વર્ષમાં માત્ર ૧ વાર… માત્ર ૧ દાતા/સ્પોન્સરર લાવી શકીએ ? આપણા ઘર પરિવારના ધંધા આદિ/મિત્ર મંડળની જાહેરાત ઘ્વારા ? થોડો સમય કાઢી,વિચાર કરી,આગળ આવીશું?સમાજ પાસેથી મેળવ્યું તે સમાજ માટે વાપરીએ.

-વિક્રમ સંવત ૨૦૭૪ ,ભારતીય નૂતન વર્ષ ચૈત્ર શુક્લ એકમ (૨૯/૩/૨૦૧૭ થી પ્રારંભ) કેલેન્ડર (પંચાંગ) ઉપલબ્ધ રહેશે. સહયોગ રાશિ રૂ. ૨૦

-વિશેષ નોંધ : આપણાં મંડળ નાં વાર્ષિક(૨૦૧૬-૧૭) મેગેઝીન(સોવેનીર )માટે રાજધાની માં ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષી ને ધબકતું રાખવા પ્રત્યેક પરિવાર ઘ્વારા કોઈ ને કોઈ સામગ્રી (ગુજરાતી ,હિન્દી અને અંગ્રેજી કોઈપણ ભાષા માં)નું યોગદાન કરવા સપ્રેમ આગ્રહ છે. જન ઉપયોગી માહિતી/લેખ, કવિતા, લઘુકથા, પ્રસંગ, અનુભવ, ગીત, પદ, દોહા, છન્દ, ભજન, પઝલ જરૂર થી મોકલીને યોગદાન આપી, વધુ સુંદર બનાવીએ એજ અપેક્ષા છે.દિનાંક:૨૩ માર્ચ ૨૦૧૭ સુધીમાં [email protected] પર સમય થી મોકલાવશોજી. સંપર્ક: વિજયભાઈ 8527094088

આપ સહુને આગ્રહપૂર્વક , પુરા પરિવાર સહીત , મિત્રો સહીત સમયસર પહુચવા વિનંતી છે.સમાજ ના નજીક રહેતા પરિવાર સાથે સમન્વય કરી વધુમાં વધુ સંખ્યા માં પહોંચી મંડળનાં કાર્યક્રમને ચિરસ્મરણીય અને સફળ બનાવીયે.-કાર્યક્રમો માટે વોલન્ટીયર નું સ્વાગત છે, નામ 9810471479/ 9899357627/ 9810164910પર જણાવીશું . આપણાં બહુમૂલ્ય અને સમયસર સૂચનો નું યોગદાન સહીત સ્વાગત છે,

શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળ માટે, હૃદયથી આપ સહુના,

મનોહરદાસ ગુજરાતી (અધ્યક્ષ) મહેન્દ્રભાઈ પટેલ (સચિવ )

Details

Date:
March 5, 2017
Time:
10:00 am - 1:00 pm
Event Category:

Organizer

Shri Dakshin Delhi Gujarati Mandal
Phone
+919312434791
Email
info@sddgm.org
View Organizer Website

Other

Cuisine
Gujarati traditional, Beverages, Snacks
Entry Applicability
Life Members
Photo Album
https://www.facebook.com/media/set/?vanity=SDDGM&set=a.830031163829844

Venue

Ghitorni
Ghitorni
New Delhi, Delhi
+ Google Map